મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોડેલ સ્ટેટ ગુજરાત : ધોરણ 9-10માં 23%થી વધુ ડ્રોપ આઉટ રેટ, 7 જિલ્લામાં ડ્રોપ આઉટ રેટ 30 ટકાથી પણ વધુ

Over 23 per cent drop out rate in class 9-10 in Gujarat | ગુજરાતમાં 21 જેટલા શાળા પ્રવેશોત્સવના તાયફા બાદ વિદ્યાથીઓનો ડ્રોપ આઉટ રેશિયો 23.28 ટકા

મોડેલ સ્ટેટ ગુજરાત : ધોરણ 9-10માં 23%થી વધુ ડ્રોપ આઉટ રેટ,  7 જિલ્લામાં ડ્રોપ આઉટ રેટ 30 ટકાથી પણ વધુ

ગુજરાતમાં 21 જેટલા શાળા પ્રવેશોત્સવના તાયફા બાદ  વિદ્યાથીઓનો ડ્રોપ આઉટ રેશિયો 23.28  ટકા નોંધાયો છે. આટલો ઊંચો ડ્રોપ આઉટ રેશિયો એ પ્રદર્શન  ખૂબ પણ શિક્ષણને પ્રોત્સાહન મળે એવા નક્કી કામોની પણ ધોરણ-9-10માં  ગેરહાજરીનું પરિણામ દર્શાવે છે.

અમદાવાદમાં 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ-ડ્રોપ આઉટ, 7 જિલ્લામાં ડ્રોપ આઉટ રેટ 30 ટકાથી પણ વધુ

શિક્ષણ વિભાગ દ્વારા જ જારી કરાયેલી  વિગતો મુજબ, રાજ્યમાં ધોરણ-1થી 5માં 1.17 ટકા ડ્રોપ આઉટ રેટ,ધોરણ-6થી 8માં 2.98 ટકા અને ધોરણ-11-12માં 6.19 ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે. ધોરણ-9-10માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 35.45 ટકા ઓછો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં 8.53 ટકાડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે, ગુજરાતમાં ધોરણ-6થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કળાએ ડ્રોપ આઉટ રેટ વધારે છે. આ બાળકોના સરવે માટે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને ઉદેશી એક પરિપત્ર જારી કરાયો છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ડ્રોપ-આઉટ બાળકો જુદા જુદા કારણોથી અધવચ્ચેથી શાળા છોડી દીધેલા,  રખડતા, ભટકતા, ભીખ માગતા બાળકોની શિક્ષણ માટેની કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક કરવાની થાય છે.

શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ-8ના તમામ ભાળકો ધોરણ-9માં  પ્રવેશ લે તેવું આયોજન  કરવા છતાં આવા બાળકો અનટ્રેક છે. આ સરવેની કામગીરી આગામી 31 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આ વિગતમાં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરોના ડ્રોપ આઉટ થયેલા બાળકોની વિગતો જારી કરવામાં આવી છે.

ડ્રોપઆઉટમાં ગર્લ્સ કરતાં બોય્ઝનું પ્રમાણ વધુ 

શિક્ષણ વિભાગે સ્થિતિએ જારી કરેલ વર્ષ-2022ની ડ્રોપ આઉટ રેટમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, ધોરણ-8 પછી અધવચ્ચે ભણવાનું છોડી દેનારા વિદ્યાથીઓની ટકાવારીમાં ગર્લ્સની સરખામણીએ બોયઝનો રેટ ઊંચો જોવા મળ્યો છે. ધોરણ-9-10માં કુલ ડ્રોપ આઉટ રેટ 23.28 ટકા છે. જેમાં બોય્ઝનો 24.98 અને ગર્લ્સનો 21.24 ટકા જોવા મળ્યો છે. આવી જ રીતે ધોરણ-11-12માં બોઝનો ડ્રોપ આઉટ રેટ 7.09  ટકા જ્યારે ગર્લ્સનો 5.13 ટકા નોંધાયો છે.

અમદાવાદમાં 1 લાખથી વધુ બાળકો ડ્રોપઆઉટ-અનટ્રેસ

અમદાવાદ જિલ્લામાં જ 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ અને ડ્રોપઆઉટ છે. અમદાવાદ જિલ્લાના ડ્રોપ આઉટ રેશિયા પર નજર કરવામાં આવે તો ધોરણ-1થી પમાં 1.06 ટકા, ધોરણ-6થી 8માં 1.34 ટકા, ધોરણ-9-10માં 22.44 ટકા અને ધોરણ-11-12માં 2.25 ટકા નોંધાયો છે. અમદાવાદ મ્યુનિ. વિસ્તારના આંકડાઓ પર નજર કરવામાં આવે તો ધોરણ-1થી 5માં 0.75 ટકા, ધોરણ-6થી 8માં 3.04 ટકા, ધોરણ-9-10માં 18.68 ટકા અને ધોરણ-11-12માં 2.73 ટકા નોંધાયો છે.

7.58 લાખથી વધુ બાળકો અનટ્રેસ-ડ્રોપ આઉટ

 ગુજરાતમાં 6થી 19 વર્ષની વય ધરાવતાં હોય તેવા અનટ્રેસ અને ડ્રોપ આઉટ બાળકોની સંખ્યા 7.58 લાખ હોવાનું સામે આવ્યું છે. ડ્રોપ આઉટ બાળકોમાં 6થી 14 વર્ષમાં 2,35,127 અને 15થી 19 વર્ષની વય ધરાવતાં 3,82,667 બાળકો ડ્રોપ આઉટ છે. એ સિવાય અનટ્રેસ હોય તેવા 6થી 14 વર્ષનાં 51,764 બાળકો અને 15 વર્ષ સુધીના 88,972૮૮,૯૭૨ બાળકો છે. આ તમામ બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સર્વે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો