VIDEO : ગીર ગઢડામાં ડીમોલેશન સામે રોષ, દુકાનદારોએ સજ્જડ બંધ પાળ્યો
Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં ડીમોલેશનને લઈને વિરોધ દર્શાવવા દુકાનદારોએ સજ્જડ બંધ પાળ્

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં ડીમોલેશનને લઈને વિરોધ દર્શાવવા દુકાનદારોએ સજ્જડ બંધ પાળ્યો હતો. તંત્ર દ્વારા ઉના જામવાળા રોડ ઉપરની આશરે 200 વધુ દુકાનો અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરના હુકમથી 24 કલાકની ટુંકી નોટિસમાં ગૌચરની જમીન ખાલી કરાવવામાં આવી હતી. વેપારીઓ અને ગ્રામજનોએ ગઈકાલે આવેદન પાઠવીને સ્થાનિક લોકોની રોજગારી છીનવાઇ જતા રોષ વ્યક્ત કર્યો હતો. આ બાબતને લઈને તમામ લોકોએ ગીર ગઢડા સંપૂર્ણ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. નાની-મોટી તમામ બજારો સહિત સજ્જડ બંધ જોવા મળ્યો હતો.




