VIDEO: પાટણ તાલુકાના આયુષ્માન આરોગ્ય કેન્દ્રને વિરોધ પક્ષે કરી તાળાબંધી, જાણો શું છે કારણ
પાટણ તાલુકામાં આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અને કર્મચારીઓની બેદરકા
પાટણ તાલુકામાં આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અને કર્મચારીઓની બેદરકારીના વિરોધમાં તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને ગ્રામજનોએ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી દીધું છે. આ વિરોધના ભાગરૂપે ગ્રામજનો રાત્રે પણ આરોગ્ય કેન્દ્ર બહાર ભૂખ હડતાળ પર બેઠા છે.આ ઘટનાનું મૂળ કારણ એક મિટિંગ દરમિયાન આંગણવાડીની મહિલા કર્મચારીને થયેલી ઇજાઓ બન્યું.
કેન્દ્રમાં દવાઓનો સ્ટોક ખાલી છે
જ્યારે તેમને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા, ત્યારે જાણવા મળ્યું કે કેન્દ્રમાં દવાઓનો સ્ટોક ખાલી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાઓનો ગંભીર અભાવ છે, જેમાં ડ્રેસિંગ માટે જરૂરી પાટા પણ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત, કર્મચારીઓની બેદરકારીને કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી.


