મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’, વધુ 4 અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ

ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે ‘ઓપરેશન ગંગાજળ’ શ

ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’, વધુ 4 અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ

ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે ‘ઓપરેશન ગંગાજળ’ શરુ કર્યું છે જેમાં ભ્રષ્ટ અધિકારીઓને ચાલુ નોકરીએ જ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપવાનું શરુ કરી દીધું છે. ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 30થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ ચાલુ નોકરીએ જ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી ઘરે બેસાડી દીધા છે. જેમાં વધારો કરતા સરકારે આજે આરોગ્ય વિભાગના વધુ 4 અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી દીધું છે. 

  1. જે. એચ. પટેલ, હેડ કલાક, વર્ગ-૩, સા. આ. કે. જોડીયા, જી. જામનગર
  2. ડી. સી. ગામીત, સીનીયર ક્લાર્ક, વર્ગ-૩, સા. આ. કે. વાવ, જી. બનાસકાંઠા
  3. બી.વી. ગાંગડીયા, હેડ ક્લાર્ક, વર્ગ-૩, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પાળિયાદ, જી.બોટાદ
  4. શૈલેષ રમણિકલાલ પંડયા, સીનીયર આસીસ્ટન્ટ વર્ગ-૩, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સુદામડા, જિ.સુરેન્દ્રનગર

ઉપરોક્ત કર્મચારીઓને બિનઅધિકૃત ગેરહાજરી, નબળી વહીવટી અને નાણાંકીય કામગીરી, બેદરકારી અને નિષ્કાળજી, ફક્ત શારીરિક ઉપસ્થિતિ, કામ ટાળવાની વૃત્તિ અને ફરજ પર નિરસતા, ફરજ પર નશા કરવાની ટેવ, સતત માંદગી સબબ લાંબી રજાઓ લઇ ફરજ પર હાજર ન રહેવા, સરકારી નાણાની હંગામી ઉચાપત, વહીવટી કાર્યમાં બિનકૂશળતા, ફરજ બજાવવાની અસમર્થતા, ફરજ પર મોડા આવવા, ખોટા ટી.એ. બીલ લેવા, નાણાકીય કામગીરીમાં અનિયમિતતા તથા સાથી અધિકારી/કર્મચારી સાથે ઉદ્ધૃત વર્તન જેવા કારણોસર પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી ઘર ભેગા કરી દેવાયા છે.

આ સમાચાર શેર કરો