200 વિદ્યાર્થીઓની સામે માત્ર 2 શિક્ષકો, શિક્ષકોના અભાવ વચ્ચે ક્યાંથી ભણશે ગુજરાત તે એક સળગતો સવાલ
ગુજરતના શિક્ષણની સ્થિતિ સમયે સમયે કથળી રહી છે. છેલ્લા ઘણાં લાંબા સમયથી

ગુજરતના શિક્ષણની સ્થિતિ સમયે સમયે કથળી રહી છે. છેલ્લા ઘણાં લાંબા સમયથી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. સરકાર આ બાબત ઉપર પણ ગોકળ ગતી કામ કરી રહી છે જેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે.
આ પણ વાંચો: ત્રણ લોકોને શિકારનો ભોગ બનાવનાર હુમલાખોર સિંહણ ભારે જહેમત બાદ પાંજરામાં પુરાઈ
આવી જ દયનીય હાલત જોવા મળી સુરેન્દ્રનગરના થાનમાં આવેલ સરકારી શાળાની. જ્યાં 200 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જ શિક્ષકો છે. થાનમાં આવેલી શાળા નંબર - 1માં ધોરણ 1થી 5ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ પાંચ વર્ગના ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 જેટલી છે. હાલ આ શાળામાં વિદ્યાર્થીઓની સામે 2 શિક્ષક અને 1 આચાર્ય છે. જે આ બધા જ વિદ્યાર્થીઓનો આધાર બન્યા છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર: કલેકટર કચેરી આગળ જ ઓવરલોડ ડમ્પર અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત, જાહેરનામાના લીરે લીરા
શિક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે છતાં પણ પરિસ્થિતિ શિક્ષણ ક્ષેત્રની સુરેન્દ્રનગર જિલ્લામાં નથી સુધરી રહી. અભાવ વચ્ચે ક્યાંથી ભણશે ગુજરાત અને ક્યાંથી આગળ વધશે ગુજરાત તે એક સળગતો સવાલ ઊભો થયો છે. શિક્ષકોના અભાવ વચ્ચે અભ્યાસ કરતા બાળકોના શિક્ષણ ઉપર સીધી અસર પડી રહી છે. બાળકોના શિક્ષણકાર્ય સામે પણ મોટો સવાલ ઊભો થયો છે.
ત્યારે તાત્કાલિક શિક્ષકોની પૂર્તિ સંખ્યા ભરવામાં આવે તે પ્રકારની સ્થાનિકોની અને આચાર્યની માંગ ઊભી થઈ છે.






