GST કૌભાંડ આચરનાર પત્રકાર મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ, જાણો વિગત
GST કૌભાંડ આચરનાર પત્રકાર મહેશ લાંગા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખેતી અને જમીન દલાલી કરતા જનક ઠાકોર નામ

GST કૌભાંડ આચરનાર પત્રકાર મહેશ લાંગા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખેતી અને જમીન દલાલી કરતા જનક ઠાકોર નામના વ્યક્તિએ મહેશ લાંગા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી વિરુદ્ધ ખોટા આર્ટિકલ છપાવી બદનામ કર્યા, 20 લાખ પડાવ્યાં
જનક ઠાકોરની ફરિયાદ મુજબ જમીન દલાલીના કામો પતાવી આપી સારું વળતર આપવાની લાલચ આપી રોકાણના નામે 20 લાખ રૂપિયા મેળવ્યા હતા. ત્યારબાદ ફરિયાદી વિરુદ્ધ ખોટા આર્ટિકલ છપાવી બદનામ કર્યા હતા અને ખોટા કેસમાં ફસાવી દેવાનો ડર બતાવી અન્ય 20 લાખ પડાવ્યા હતા. આ સમગ્ર મામલે જનક ઠાકોરે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
220થી વધુ નકલી કંપનીઓ બનાવી GST કૌભાંડ આચર્યું
GST ફ્રોડ કેસમાં 7 ઓક્ટોબરના રોજ મહેશ લાંગા અને અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમાં પત્રકાર મહેશ લાંગાના ઘરેથી 20 લાખ રોકડ અને કિંમતી દસ્તાવેજો મળ્યા હતા. આના પછી GST કૌભાંડને લઈને ભાવનગર, સુરત, રાજકોટ, અમદાવાદ સહિતની જગ્યાઓમાં પણ દરોડા પડ્યા હતા અને 220 જેટલી બોગસ કંપનીઓ બનાવી હોવાનું ખુલ્યું હતું. ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની મહેશ લાંગાની પત્ની, પિતરાઈ ભાઈ અને સિક્યુરિટી ગાર્ડના નામે બનાવવામાં આવી હતી. મહેશ લાંગા દ્વારા છેલ્લા બે વર્ષમાં 20 કરોડનું કૌભાંડ આચાર્યા હોવાનું તપાસ સામે આવ્યું હતું.






