સુરતમાં દોઢ વર્ષીય બાળકનું શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ મોત, પરિવાર શોકમાં ગરકાવ
સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માસૂમોના અકાળે થઈ રહેલા મોતને લઈને ચિંતાનો માહોલ જોવા મ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માસૂમોના અકાળે થઈ રહેલા મોતને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગોડાદરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. રડતી માતા સિવિલમાં જ બેભાન થઈ ગઈ હતી.
સારવાર માટે માતા પિતા દોડ્યા હતા
ગોડાદરામાં રઘુવીર સોસાયટીમાં રહેતા દોઢ વર્ષીય રાધેશ્યામ વર્માનું મોત નીપજ્યું છે. પરિવારના સભ્યો મજૂરીકામ કરીને જીવન ગુજરાન ચલાવતાં હતાં. માસૂમ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી માતા પિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં.ત્યાંથી બાળકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
બાળકનું પીએમ હાથ ધરાયું
સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલા બાળકને તબીબે મૃત જાહેર કર્યું હતું. બાદમાં મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મોતના કારણ અંગે સચોટ માહિતી સામે આવી શકે તેમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાળકને ગુમાવનારા માતા પિતાની હાલત સિવિલના કેમ્પસમાં જ રડી રડીને બેહાલ થઈ ગઈ હતી.








