NADC હેઠળ રાજ્યના દોઢ કરોડથી વધુ પશુઓને ખરવા-મોવાસાની રસી આપી રક્ષિત કરાયા
ગુજરાત રાજ્યના દોઢ કરોડથી વધુ પશુઓને નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ચોથા રાઉન્ડ

ગુજરાત રાજ્યના દોઢ કરોડથી વધુ પશુઓને નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ચોથા રાઉન્ડમાં ખરવા-મોવાસાની રસી આપી રક્ષિત કરાયા છે.
આ અંગે માહિતી આપતાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારના સહયોગથી “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” અમલમાં છે.
આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત), લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે.
ગુજરાતમાં ચોથા રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 154 લાખ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના પશુ કલ્યાણના આગવા અભિગમથી છેલ્લા બે દાયકા દરમિયાન પશુઓને થતા ચેપી રોગચાળામાં ધરખમ ઘટાડો આવ્યો છે.
નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામની ગુજરાતમાં ફળશ્રુતિ
- ગુજરાતમાં સઘન રસીકરણથી પશુઓને થતા ચેપી રોગચાળામાં આવ્યો ધરખમ ઘટાડો
- નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ચોથા રાઉન્ડમાં દોઢ કરોડથી વધુ પશુઓનું રસીકરણ
- ચોથા રાઉન્ડમાં રાજ્યના 154 લાખ પશુઓને ખરવા-મોવાસાની રસી આપી રક્ષિત કરાયા: પશુપાલન મંત્રીશ્રી
- બૃસેલ્લોસિસ રસીકરણના ત્રીજા રાઉન્ડમાં 5.53 લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ
- લમ્પી રોગથી રક્ષિત કરવા રાજ્યના ૬૨ લાખ પશુઓને અપાઈ રસી
- કુલ 44 લાખ ઘેટાં-બકરાઓમાં પી.પી.આર. રસીકરણ કરાયું
- 246 લાખ મોટા પશુઓ અને 11 લાખ ઘેટાં-બકરાનું ઈયર ટેગિંગ કરી અપાઈ ઓળખ
- આશરે 257 લાખ પશુઓનું ઈયર ટેગિંગ કરીને તેમને અપાઈ ઓળખ
- કૃમિનાશક સારવાર હેઠળ વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 88.75 લાખ મોટા પશુઓ કરાયા રક્ષિત
- પશુપાલકોને તેમના ઘર આંગણે વિનામૂલ્યે પશુ સારવારની ફરતા પશુદવાખાનાની સવલત
- પશુઓની દૂધ ઉત્પાદકતા વધારીને પશુપાલન અને ડેરી ઉદ્યોગને વેગ આપવા સરકાર પ્રયાસરત








