ગુજરાતમાં ફરી એક વખત સગીરા પર દુષ્કર્મની ઘટના, ગૃહ રાજ્યમંત્રીનું શહેર પણ નથી સલામત
ગુજરાતમાં ફરી એક વખત સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. દાહોદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાન

ગુજરાતમાં ફરી એક વખત સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. દાહોદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાના પડઘા શાંત નથી થયા ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં જ 14 વર્ષની સગીરા પર પાડોશીએ જ બળાત્કાર ગુજાર્યો છે. લોકોએ દુષ્કર્મ આચરનારાને પકડીને પોલીસને હવાલે કર્યો છે.
સુરતમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ
સુરતના મહિધરપુરા વિસ્તારમાં 14 વર્ષની સગીરા ઘરમાં હતી ત્યારે પાડોશમાં જ રહેતા રવિ ઉર્ફે લાલાએ ઘરમાં ઘુસીને દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ પાડોશીને થતા તેને સગીરાની માતાને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. માતાએ સગીરાને પૂછતા તેને સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી.
સગીરાએ જણાવ્યું કે આ પહેલા પણ રવિ ઉર્ફે લાલો તેનો મોબાઇલ નંબર આપી વારંવાર ફોન કરવા માટે દબાણ કરતો હતો. આજે અચાનક રવિએ સગીરા ઘરમાં એકલી હોવાનો લાભ ઉઠાવી દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ ઘરની બહાર કુદીને ભાગવા જતા લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો.મહિધરપુરા પોલીસે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






