મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: રક્ષાબંધનના દિવસે ભાઈએ ઘડ્યો બહેનના પતિની હત્યાનો પ્લાન, આ વાતનું હતું મન દુ:ખ

Ahmedabad news: આજે રક્ષાબંધનના તહેવારની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. પોતાની બ

Ahmedabad news: રક્ષાબંધનના દિવસે ભાઈએ ઘડ્યો બહેનના પતિની હત્યાનો પ્લાન, આ વાતનું હતું મન દુ:ખ

Ahmedabad news: આજે રક્ષાબંધનના તહેવારની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. પોતાની બહેનના ઘરે જ્યારે ભાઈ જાય છે ત્યારે બહેન સહિત બનેવી પણ તેને આવકારો આપે છે, પણ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં તો આ પવિત્ર દિવસે જ સાળાએ બનેવીની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો, જો કે આ અંગેની જાણ પોલીસને અગાઉથી થઈ જતાં પોલીસ આરોપીને ઝડપી પાડ્યો છે. 

પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કરનાર બહેનના પતિની હત્યાનો ઘડ્યો પ્લાન 

પ્રાપ્ત માહિતી મુજબ રક્ષાબંધનનાં દિવસે બનેવીની હત્યાનો પ્લાન બનાવનાર સાળો ઝડપાયો છે. એક મહિના પહેલા આરોપીની બહેને પ્રેમલગ્ન કરી લેતા પ્રેમિકાનો ભાઈ આ લગ્નની વિરુદ્ધ હતો, જે બાદ તે પોતાના બનેવીને પતાવી દેવાનો પ્લાન ઘડતો હતો. પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કરનાર બહેનના પતિની હત્યાનો પ્લાન ઘડનાર દિશાંત ઉર્ફે કાનો ભરવાડની ઓઢવમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ હત્યા માટે લાવેલા દેશી પીસ્ટલ, કારતુસ અને છરો એસઓજીએ જપ્ત કર્યો છે. આ હથિયાર આરોપી તેના મિત્ર પાસેથી લાવ્યો હતો. એસઓજીએ આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 

આ સમાચાર શેર કરો