સિદ્ધપુર એસટી ડેપોમાં બસના ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત, બસ રિવર્સ લેવા જતા બની ઘટના
પાટણ જિલ્લાના સિદ્ધપુર એસટી ડેપોમાં બસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે જેને કારણે એક વ

પાટણ જિલ્લાના સિદ્ધપુર એસટી ડેપોમાં બસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે જેને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. બસ રિવર્સ લેવા જતા સમયે વૃદ્ધ બસના પાછળના ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત થયું છે. મૃતકના પૌત્રએ બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
બસના ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત
સિદ્ધપુર બસ ડેપોમાં સિદ્ધપુર-છાપી-વડગામ જતી બસ નંબર GJ18Z3046 ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત થયું છે. બસચાલક બસને રિવર્સ લેતો હતો આ દરમિયાન બસના પાછળના ટાયરમાં 95 વર્ષીય વૃદ્ધ આવી ગયા હતા જેને કારણે તેમનું મોત થયું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બોપલ નજીક વધુ એક હત્યા, NRIનો મૃતદેહ મળ્યો
કાંકરેજ તાલુકાના જામપુર ગામના બાબુભાઇ ઝવેરામ જોષીનું બસના ટાયરમાં આવી જતા મોત થયું છે. એસટી બસ ડીઝલ પંપ પર ડીઝલ પુરાવીને પરત આવતી હતી આ દરમિયાન બસને રિવર્સ લેતા સમયે આ ઘટના બની હતી. મૃતકના પૌત્ર પ્રેમશંકર જોશીએ સિદ્ધપુર પોલીસ મથકે બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.






