પ્રધાનમંત્રી ટીબી મુક્ત અભિયાન, સુરતમાં 500થી વધુ દર્દીઓને ન્યુટ્રીશન કીટનું કરાયું વિતરણ
પ્રધાનમંત્રી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત એ.એમ /એન.એસ ઇન્ડિયા ના સહયો

પ્રધાનમંત્રી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત એ.એમ /એન.એસ ઇન્ડિયા ના સહયોગથી આર.કે એચઆઇવી એઇડ્સ રિસર્ચ અને કેર સેન્ટર સંસ્થાઓ દ્વારા ટીબી નાબૂદ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આર.કે એચઆઇવી એઇડ્સ રિસર્ચ અને કેર સેન્ટર સંસ્થા દ્વારા વિવિધ રાજ્યમાં ગામેગામ જઈ ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રીશીયન કીટ આપવાની કામગીરી કરી રહ્યા છે.
19 મી ઓક્ટોબરના રોજ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા પફોર્મિંગ આર્ટ સેન્ટરમાં ટીબી મુક્ત ગુજરાત ન્યુટ્રેશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ગુજરાત રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલ હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી, આર.કે એચઆઇવી સેન્ટરના ચેરમેન ડોકટર ધર્મેન્દ્ર કુમાર ,એએમ/ એનએસ ઇન્ડિયાના હેડ કોર્પોરેટ અફેર ડોક્ટર અનિલ માઠુ, ડોકટર ભાવિન ટીબી જિલ્લા અધિકારી,તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. ટીબી ના 500થી વધારે દર્દીઓને આ ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.






