Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Number of Gujaratis announced

સાઉદીમાં હજયાત્રામાં હીટસ્ટ્રોકથી મૃત્યુ પામનાર અને બીમાર થયેલા ગુજરાતીઓનો આંકડો જાહેર

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2024
લાઇવ ટીવીGoogle News
સાઉદીમાં હજયાત્રામાં હીટસ્ટ્રોકથી મૃત્યુ પામનાર અને બીમાર થયેલા ગુજરાતીઓનો આંકડો જાહેર

ચાલુ વર્ષે સાઉદી અરેબિયામાં ભીષણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ગરમીને કારણે હટસ્ટ્રોકને કારણે મક્કામાં અત્યાર સુધીમાં કુલ મળીને 600થી વધુ હાજીઓના મૃત્યુ થયા છે જેમાં 68 ભારતીય હાજીઓનો સમાવેશ થાય છે. ગુજરાતના 50 હાજીઓ પણ હીટસ્ટ્રોકના શિકાર બન્યા હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત ભીષણ ગરમીએ પાંચ ગુજરાતી હાજીઓનો ભોગ લીધો છે. 

App Store

ગુજરાતમાંથી 14400 હાજીઓ હજયાત્રા પર ગયા

આ વર્ષે ગુજરાતમાંથી કુલ મળીને 14,400 હાજીઓ પવિત્ર હજયાત્રાએ પહોંચ્યા છે. સાઉદી અરેબિયામાં કલાઇમેટ ચેન્જની ઘણી અસર જોવા મળી છે જેના કારણે આ વખતે કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના પારાએ 50 ડીગ્રીનો આંકડો પાર કર્યો છે. ચાલુ વર્ષે સાઉદી અરેબિયામાં કુલ 18 લાખ હાજીઓ હજ કરવા પહોંચ્યા છે. ભીષણ ગરમીને કારણે મોટાભાગના હાજીઓ હીટસ્ટ્રોકનો ભોગ બન્યાં છે. ખાસ કરીને મહિલા-વૃધ્ધ હાજીઓ વધુ બિમાર પડ્યા છે. 

 આ વખતે ગુજરાતના પાંચ હાજીઓ હિટસ્ટ્રોકને લીધે મોતને ભેટ્યા છે જેમાં છોટા ઉદેપુરના ઈકબાલઅહમદ વલી મહંમદ મકરાણી, અમદાવાદના સબ્બીર હુસેન, વડોદરાના મુસ્તાક અહમદ, બનાસકાંઠાના નુરભાઈ અને વલસાડના કાસીમઅલીનો સમાવેશ થાય છે. માત્ર ગુજરાતના જ 50થી વધુ હાજીઓ હિટસ્ટ્રોકને લીધે બીમાર પડ્યા છે જે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. એક ગુજરાતી હાજીને મગજનો તાવ આવતાં વેન્ટિલેટર પર મૂકાયાં છે. આ સમાચારને પગલે ગુજરાતમાં હાજીઓના પરિવારજનો અને સગાસબંધીઓ ચિંતિત થયા છે. આમ, સાઉદી અરેબિયાની ભીષણ ગરમીને લીધે હાજીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.