અમદાવાદ: પાંજરાપોળ ફ્લાયઓવર માટે એકપણ વૃક્ષ નહીં કપાય, AMCનો યુ-ટર્ન
અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બનાવવામાં આવનારા ફ્લાયઓવર બ્રિજની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બનાવવામાં આવનારા ફ્લાયઓવર બ્રિજની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે હવે વૃક્ષો કાપવા નહીં પડે તેવો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ 91માંથી માત્ર 19 વૃક્ષોનું રિપ્લાન્ટેશન કરવું પડશે.
વૃક્ષો કાપવાના નિર્ણય સામે AMCને યુ ટર્ન લેવો પડ્યો
બીજા પાંચ એવા છે કે જેમાં ટ્રાફિકનું અડચણ હટાવવા માટે એક સાઈડથી હવે હેવી ટ્રીમિંગ કરવું પડશે. આ વૃક્ષો કાપવાના નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોનો ભારે વિરોધ હતો. આ મુદ્દે પર્યાવરણપ્રેમીઓ દ્વારા 30 જૂનના ચીપકો આંદોલનની પણ જાહેરાત કરી હતી. અમદાવાદના પર્યાવણ પ્રેમીઓની લડત આખરે રંગ લાવી છે.
પાંજરાપોળ જંક્શન ફ્લાયઓવર બ્રિજ બનાવવા વૃક્ષો કાપવાના નિર્ણય સામે AMCને યુ ટર્ન લેવો પડ્યો છે. આ સાથે 19 વૃક્ષોનું રીપ્લાન્ટેશન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
બ્રિજની પહોળાઈ 17 મીટર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક યાદીમાં જણાવ્યું છે કે પાંજરાપોળ જંકશન પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામમાં બ્રિજની પહોળાઈ 17 મીટર છે. આ સ્થાને 30 મીટરનો ટી.પી. રોડ હોવાથી બ્રિજની બંને બાજુ 6.50 મીટરની જગ્યા ઉપલબ્ધ છે.






