મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ના પુલિસ કા ડર હૈ, ન કાનૂન કા ખૌફ- સુરતમાં બુટલેગરે જાહેરમાં બર્થ ડે ઉજવી કર્યા કાયદાના લીરે લીરા 

સુરતમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જે અંતર્ગત જાહેરમાં જન્મદિવસ સહિતન

સુરતમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જે અંતર્ગત જાહેરમાં જન્મદિવસ સહિતના કોઈ તાયફા કરી શકાતા નથી. તેમ છતાં મોટા વરાછા વિસ્તારમાં બુટલેગર ધવલ રાઠોડે જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો હતો. છરી વડે કેક કાપી ફટાકડા ફોડીને જાહેરનામાનો ભંગ કર્યો હતો. રાત્રે કેક કાપી રસ્તો બ્લોક કરીને લોકોને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, આટલું ઓછું હોય તેમ એક રીલ પણ બનાવી હતી. જેમાં ના પુલિસ કા ડર હૈ ન કાનૂન કા ખૌફ જેવો ડાયલોગ પણ મૂકવામાં આવ્યો હતો. જેથી પોલીસે વીડિયોના આધારે બુટલેગર ધવલ રાઠોડની ધરપકડ કરી હતી. ત્યારે ધવલે કાન પકડીને માફી માગી હતી. સાથે જ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. 

આ સમાચાર શેર કરો