TRP ગેમઝોન: જીવ ગુમાવનારા નિરવ વેકરિયાના પિતાએ 20 લાખના વળતરનો કર્યો દાવો
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં જીવ ગુમાવનારા નિરવ વેકરિયાના પિતાએ કન્ઝુયમર કોર્ટમાં 20 લ

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં જીવ ગુમાવનારા નિરવ વેકરિયાના પિતાએ કન્ઝુયમર કોર્ટમાં 20 લાખના વળતરનો દાવો કર્યો છે.નિરવ વેકરીયાના પિતાએ કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર બનાવ્યા છે.
બીજી વખત આ પ્રકારની ઘટના ન બને માટે દાવો દાખલ કર્યો
પુત્રના મોત પર 20 લાખના વળતર અંગે નિરવ વેકરિયાના પિતાએ કહ્યું કે 20 લાખ શું, 20 કરોડ મળે તો પણ દિકરો પરત મળવાનો નથી. પરંતુ બીજી વખત આ પ્રકારની ઘટના ન બને માટે દાવો દાખલ કર્યો છે.
સરકાર પગલાં લે તેવી પણ માંગ કરી
સરકાર પગલાં લે તેવી પણ માંગ કરી છે. પીડિત પરિવાર વતી કેસ લડી રહેલા વકીલ ગજેન્દ્ગ જાનીએ કહ્યું કે માત્ર નિરવ વેકરિયાનો પરિવાર જ નહીં અગ્નિકાંડના તમામ પરિવારનો મફતમાં કેસ લડીશું, તમામ પીડીત પરિવાર મારે સંપર્ક કરે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.






