મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોધમાર વરસાદમાં એનએચ-58 ધોવાયો: હજારો મુસાફરો અટવાયા

સાબરકાંઠામાં માત્ર 4 ઇંચ વરસાદે નેશનલ હાઇવે ઓથોરિટીની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી

તસવીર: GSTV

સાબરકાંઠામાં માત્ર 4 ઇંચ વરસાદે નેશનલ હાઇવે ઓથોરિટીની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. ઈડર-વિજયનગરને જોડતા અને ગુજરાત-રાજસ્થાનના મુખ્ય NH-58 પર સારોલી ગામ નજીક બનાવવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન પાણીમાં વહી ગયું છે. વિજયનગર પેટ્રોલ પંપ પાસે રસ્તો બિસ્માર થતાં વાહનોની લાંબી કતારો લાગી છે. વરસાદ બંધ થયા છતાં હાઇવે ઓથોરિટીએ સમારકામ શરૂ ન કરતાં મુસાફરો જીવના જોખમે રસ્તો ક્રોસ કરવા મજબૂર બન્યા છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો