મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાદર નદીના પ્રદૂષણ મામલે NGTનું કડક વલણ, જેતપુર-નવાગઢ નગરપાલિકાને 100% સીવેજ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ

ભાદર નદીમાં પ્રદૂષણ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. NGTએ જેતપુર-નવાગઢ નગર

ભાદર નદીના પ્રદૂષણ મામલે NGTનું કડક વલણ, જેતપુર-નવાગઢ નગરપાલિકાને 100% સીવેજ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ

ભાદર નદીમાં પ્રદૂષણ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. NGTએ જેતપુર-નવાગઢ નગરપાલિકાને તેના સમગ્ર વિસ્તારમાં 100% સીવેજ પ્રક્રિયા પૂર્ણ કરવા અને ડ્રેનેજ નેટવર્કની સુવિધાથી વંચિત રહેલા વિસ્તારોને આવરી લેવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો છે. 

જોઇન્ટ કમિટીના રિપોર્ટમાં સામે આવ્યું કે, નગરપાલિકા વિસ્તારમાં 30% વિસ્તાર હજી પણ ડ્રેનેજ લાઇનથી વંચિત છે. ત્યારે ઘરેલુ ડ્રેનેજનું પાણી ભાદર નદીમાં ડિસ્ચાર્જ થતું હોવાનું સામે આવ્યું છે. હાલમાં થયેલા નિરીક્ષણમાં ઔદ્યોગિક કંપનીઓ દ્વારા રંગીન અને રાસાયણિક કચરો નદીમાં જતો હોવાની હકીકત સામે આવી છે. જે બાદ NGT એ જેતપુર-નવાગઢ નગરપાલિકાને 22 ડિસેમ્બર 2026 સુધીમાં ડ્રેનેજ નેટવર્ક પૂર્ણ કરવા કડક આદેશ આપ્યો છે. ઉપરાંત જળાશયોની આસપાસ નિર્ધારિત વિસ્તારમાં બફર ઝોનનું પાલન અનિવાર્ય છે. GPCBને સૂચના અપાઈ છે કે CETPનું યોગ્ય પ્રકારે સંચાલન થાય એ અંત્યંત જરૂરી છે. કોઈપણ ઉદ્યોગ ગૃહ દ્વારા અનટ્રીટેડ વોટર સીધુ નદીમાં ઠલવાય નહીં તેનું ધ્યાન રાખવા અંગે GPCBને મોનિટરિંગ કરવાના નિર્દેશ આપ્યા છે. 

આ સમાચાર શેર કરો