ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં NCP અજીત પવાર જુથ પણ ઝંપલાવશે, ભાજપની મુશ્કેલીમાં વધારો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે તેમજ તમામ રાજકીય પાર્ટીઓ તેની તૈયાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે તેમજ તમામ રાજકીય પાર્ટીઓ તેની તૈયારીમાં પણ લાગી ગઈ છે. એવામાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસની મૂશ્કેલીમાં વધારો થઈ શકે છે. કેમકે મહારાષ્ટ્રની એનસીપી પાર્ટી અજીત પવાર જૂથ પણ ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઝંપલાવવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : ભાજપ vs ભાજપ: કેસરીસિંહ સોલંકી પોતે ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો રજુ કર્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે એનસીપીના અજિત પવાર જૂથે નિકુલ સિંહ તોમરને ગુજરાતના પાર્ટી અધ્યક્ષ તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ ચુંટણી મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, એકલા હાથે બધી બેઠક પર ચૂંટણી લડીશું. વિજય યાદવ ઘાટલોડિયા બેઠક માટે ઉમેદવાર રહેશે. અલગ અલગ સ્ટેટ માં મુદ્દા અલગ હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ સ્થાનિક મુદ્દા મુજબ ગઠબંધન નક્કી થતું હોય છે. કાર્યકર્તાઓ જોડાય છે કેમકે તેને ઉત્સાહ હોય છે કે તે ચૂંટણી લડે, હોદ્દા પર ના હોય તો કામનો ઉત્સાહ પણ ના હોય. એવામાં મોંઘવારી, યુવાઓ ડ્રગ્સ તરફ જઈ રહ્યા છે અને રોજગારીના મુદ્દે અમે ચૂંટણી લડીશું.




