Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Kesari Singh presents proof that he is an active member of BJP

ભાજપ vs ભાજપ: કેસરીસિંહ સોલંકી પોતે ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો રજુ કર્યો

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ભાજપ vs ભાજપ: કેસરીસિંહ સોલંકી પોતે ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો રજુ કર્યો

એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની તારીખ જાહેર થઈ છે અને રાજકીય પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે બીજી તરફ ભાજપ છે જેમાં આંતરિક વિખાવાદ શમતો નથી. એવામાં ફરી એક વખત ભાજપ VS ભાજપના આંતરિક વિવાદમાં માતરના પૂર્વ ધારસભ્ય કેસરીસિંહ સોલંકીનો વિખવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે.

App Store

આ પણ વાંચો : ડાંગર ખરીદી કૌભાંડના આરોપીનું મોં મીઠું કરાવતા ધારાસભ્ય હાર્દિક પટેલ

કેસરીસિંહે તેમના પર લાગેલા આરોપને લઈને જણાવ્યું હતું કે, હું ભાજપનો સક્રિય સભ્ય નથી તેવો દાવો કરવાવાળા ખોટા છે. જો હું ભાજપનો સક્રિય સભ્ય જ નથી તો ભાજપ જીલ્લા પ્રમુખે જીલ્લા સંઘની ચુંટણી સમયે મારી સાથે શા માટે મિટિંગ કરી? ચાર મહિના પહેલા જીલ્લા પ્રમુખે જીલ્લા ચૂંટણી કમિટીમાં મારો સમાવેશ કઈ રીતે કર્યો?

આ મામલે કેસરીસિંહે સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો પણ મૂક્યો હતો. આમ ભાજપના પુર્વ ધારાસભ્ય, અમૂલ અને KDCC બેન્ક ડિરેક્ટરે ભાજપના જીલ્લા પ્રમુખને અન્ય સવાલો કરી ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો છે.