VIDEO: નવસારી: એરુ ચાર રસ્તા પર મેગા ડિમોલિશન
સોર્સ : GSTV
નવસારીના એરુ ચાર રસ્તા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ હાઇવેથી ઐતિહાસિક દાંડી સુધીના માર્ગને ફોરલેન બનાવવાની કામગીરી અંતર્ગત વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા JCB મશીનોની મદદથી રોડની બંને બાજુ આવેલા કાચા-પાકા ઓટલા તોડી અંદાજે 15-15 મીટરનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન જલાલપોર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક વેપારીઓના સહયોગથી સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

