Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : VIDEO: Navsari: Fatal accident on highway, six passengers injured

VIDEO: નવસારી: હાઈવે પર ગમખ્વાર અકસ્માત, છ મુસાફરો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારીના જલાલપોર નજીક આવેલા તાળિયા પાટિયા કટ પાસે એક આઈશર ટેમ્પો ચાલકની ગંભીર બેદરકારીના કારણે સ્કોર્પિયો કાર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્વિસ રોડ પરથી નિયમોને નેવે મૂકીને ટેમ્પો ચાલક અચાનક પોતાનું વાહન હાઈવે પર લઈ આવતા આ જોરદાર ટક્કર થઈ હતી, જેમાં સ્કોર્પિયો કારમાં સવાર આશરે ૬ જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક પલસાણા અને નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેમણે તાળિયા પાટિયા કટ પર ઓવરબ્રિજ બનાવવાની પ્રબળ માંગ સાથે ગોડાઉનમાંથી નીકળતા બેજવાબદાર વાહનચાલકો સામે કડક પગલાં લેવા RTO અને પોલીસ તંત્રને અપીલ કરી છે. હાલ વેસ્મા આઉટ પોસ્ટના પોલીસ જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store