Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : VIDEO: BJP's rule continues in BJP's stronghold Navsari, workers celebrate by bursting crackers

VIDEO: ભાજપના ગઢ નવસારીમાં BJPનું રાજ યથાવત, કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી કરી ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાજકીય રંગની વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા જીતની ઉજવણી પણ શરૂ કરી દેવામાં આવી હતી. નવસારી જિલ્લામાં સૌથી વધુ સાઠ બેઠકો પર જીત મેળવતા ભાજપના કાર્યકર્તાઓએ આજે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

App Store

જિલ્લા પંચાયતની 9 બેઠકો, ગણદેવી નગરપાલિકાની 22 બેઠકો, તાલુકા પંચાયતની 25 બેઠકો અને મહાનગરપાલિકાની બે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. જીતને પગલે કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી વ્યાપી છે અને ઉજવણીની પણ શરૂઆત કરી છે. મત ગણતરી પહેલા જ ઉમેદવારોની જીતની ગણતરીઓ શરૂ થઈ ગઈ છે.

બીજી તરફ કોંગ્રેસની પહેલેથી જ નિષ્ફળતાના કારણે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું છે. આવામાં આજે કેબિનેટ મંત્રી નરેશ પટેલ નવસારીમાં હાજર રહ્યા હતા. તેઓ ભાજપના કાર્યકર્તાઓ સાથે પક્ષની જીતની ઉજવણીમાં સામેલ થયા હતા. જ્યાં તેઓ ખુશીમાં ઝૂમતા પણ જોવા મળ્યા હતા.