VIDEO: Navsari હાઈ વે પર અજાણ્યા વાહને બાઈકને લીધું અડફેટે, મહિલાનું મોત, બાળકને ઈજા
સોર્સ : GSTV
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ભયાનક અકસ્માત બન્યો હતો. ચીખલી પાસે નેશનલ હાઇવે નં. 48 પર મજીગામ નજીક મુંબઈથી સુરત જતાં માર્ગ પર અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધું હતું.આ અકસ્માતમાં એક મહિલાનું દુઃખદ મોત થયું છે જ્યારે બાળક ઇજાગ્રસ્ત થયું છે. બનાવને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ ચીખલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી. પોલીસે મૃતદેહનો કબજો લીધો છે અને અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.

