Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Two youths drown in Purna river during Pitru Tarpan

VIDEO: Navsariમાં પિતૃ તર્પણ દરમિયાન પૂર્ણા નદીમાં બે યુવાનો ડૂબ્યા, એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારી શહેરની પૂર્ણા નદીમાં એક શોકજનક ઘટના ઘટી છે જ્યાં પિતૃ તર્પણ માટે આવેલા બે યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. વેરાવળ સ્મશાન નજીક પિતૃ તર્પણ કરવા માટે આવેલા ભીખુભાઈ અને ધર્મેશભાઈ ઢીમર નદીમાં ઉતરી તર્પણ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. અકસ્માતમાં ભીખુભાઈનો એક આબાદ બચાવ થયો છે જ્યારે ધર્મેશભાઈ ઢીમરનો દુઃખદ અવસાન થયું છે. ઘટના બની ત્યારે આસપાસ હાજર લોકોએ તરત જ ફાયર વિભાગ અને ટ્રાફિક પોલીસને જાણ કરી હતી. બચાવ કામગીરીમાં તાત્કાલિક ઝડપી પ્રતિસાદ આપતાં ફાયર બ્રિગેડના જવાનો તથા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને તરત જ બચાવ કાર્ય હાથ ધર્યું. પારિવારિક શોક વચ્ચે શ્રદ્ધાંજલિ સાથે ધર્મેશભાઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. 

App Store
ટોપિક્સ:navsaripurna riverpitru tarpan