નવસારીના ચીખલી પંથકમાં ધોધમાર વરસાદ: NH-48 પર વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન
સોર્સ : gstv
નવસારી શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચીખલીથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે-48 પર વરસાદને કારણે દૃશ્યતા ઘટી જતાં વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી. સર્વિસ રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ જતાં અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી. બીજી તરફ નવસારી શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી ખેતીને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં વધુ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

