VIDEO : ગામસભા વિના NOC અપાઈ? નવસારીના ગણદેવી તાલુકાના દુવાડામાં ક્વોરી મુદ્દે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ
સોર્સ : GSTV
નવસારીના ગણદેવી તાલુકાના દુવાડા ગામમાં નવી ક્વોરી શરૂ કરવાની હિલચાલ વિરુદ્ધ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર, સરપંચ અને તલાટીએ લાખો રૂપિયાની કથિત લાંચ લઈને ગામસભા વિના 4 ગેરકાયદેસર ઠરાવો પસાર કરીને NOC આપી દીધા છે. આ ભ્રષ્ટાચારના વિરોધમાં ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સોંપી તમામ ઠરાવો રદ કરવાની માંગ કરી છે. ગામમાં વર્તમાનમાં જ 6 ક્વોરીઓ ચાલુ છે, જેના કારણે રસ્તાઓ બિસ્માર, ધૂળ અને પ્રદૂષણનું સ્તર વધ્યું છે. રહેણાક વિસ્તારથી માત્ર 500 મીટર દૂર નવી ક્વોરી મંજૂર કરવાથી લોકોમાં ભારે રોષ છે. DDOએ મામલાની તપાસ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને આદેશ આપ્યા છે.

