Video: મારી પત્નીને જોઈ હોર્ન કેમ વગાડ્યાં, કહી દંપતી પર જલાલપોરમાં પાડોશીનો જીવલેણ હુમલો
નવસારીના જલાલપોર વિસ્તારમાં નજીવી બાબતે પાડોશીઓ બાખડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં એક યુવકે પોતાના વાહનનું હોર્ન મારતાં પાડોશીએ પોતાની પત્નીને જોઇને હોર્ન માર્યું હોવાનું કહીને મધરાતે ધિંગાણું કર્યું હતું. મારામારીની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ નવસારીના જલાલપોરના એરુ વિસ્તારની અવધ કીમ્બરલી સોસાયટીમાં રહેતા ભાવિનકુમાર દેસાઇ અને તેમના પત્ની ટ્યુશન ક્લાસ ચલાવે છે. જેમને ગત રવિવારની રાત્રે તેમના પાડોશમાં રહેતા જીગર રમણભાઈ પટેલે રાત્રિના દોઢ વાગે દરવાજો ખખડાવી સોસાયટીના ગેટ પાસે બોલાવ્યા હતા. આ મામલે ભાવિન દેસાઈએ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી જીગર પટેલની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે અને સામાન્ય બાબતે થતી હિંસાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ સુરતમાં ધો.8ની વિદ્યાર્થીનીનો આપઘાત, ફી ન ભરી શકતા શાળા સંચાલકોએ 2 દિવસ કરી હતી હેરાન

