VIDEO: નવસારી / મગરના વાયરલ વીડિયો મામલે તપાસ તેજ
સોર્સ : gstv
નવસારીના દાંતેજ ગામ પાસે મગર દેખાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગની ટીમ હરકતમાં આવી છે. ACF કેયુર પટેલ અને RFO એમ.પી. પટેલ સહિતના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જોકે પ્રાથમિક તપાસમાં મગર હોવાના કોઈ ચોક્કસ ચિહ્નો મળી આવ્યા નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે વન વિભાગ દ્વારા નહેરની આસપાસ બેનરો લગાવી સ્થાનિકોને પાણીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે અને કોઈપણ અનિચ્છનીય ઘટના રોકવા માટે સઘન સર્વે તથા લોકજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

