Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Massive fire breaks out in factory in Jalalpore, Navsari

VIDEO : નવસારીના જલાલપોરમાં ફેક્ટરીમાં વિકરાળ આગ, આકાશમાં કિલોમીટરો દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા ગામ નજીક એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં રાજહંસ ઝેસ્ટ્રો પરિસરમાં આવેલી 'જલતારા પ્રોસેસર્સ' નામની કંપનીમાં અચાનક જ કટોકટી સર્જાઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયાનક હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર આકાશમાં દેખાતા હતા.ઘટનાની જાણ થતાં જ નવસારી અને પલસાણાથી ફાયર ફાઇટરોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીમાં રાખેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. ફેક્ટરીમાં આ શોર્ટ સર્કિટના કારણે કે અન્ય કોઈ કારણસર આગ લાગી, તે હજી સુધી જાણી શકાયું નથી.

App Store