Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Leopard found injured by an unknown vehicle

VIDEO: Navsariના વાંસદામાં ઈજાગ્રસ્ત મળ્યો દીપડો, અજાણ્યા વાહને ટક્કર માર્યાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2025
લાઇવ ટીવીGoogle News

દક્ષિણ ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં એક દીપડો અકસ્માતનો ભોગ બન્યો છે. વાંસદા-ચીખલી રોડ પર દોલધા ગામ નજીક રાત્રે 10:30 વાગ્યાના સુમારે અજાણ્યા વાહને દીપડાને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દીપડાને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમે ઈજાગ્રસ્ત દીપડાને વાંસદા પશુ દવાખાને ખસેડ્યો હતો. હાલમાં દીપડો પશુ ચિકિત્સકની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યો છે. વન વિભાગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના વન્યજીવોની સુરક્ષા માટે વધુ સાવચેતીની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે.

App Store
ટોપિક્સ:navsarileopardaccident