Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Leopard chases down dog in just 10 seconds

Navsari News: દબાતા પગલે આવેલા દીપડાએ માત્ર 10 સેકન્ડમાં શ્વાનનો કર્યો શિકાર, CCTV

Timeછેલ્લું અપડેટ : 31 May 2025
લાઇવ ટીવીGoogle News

દક્ષિણ ગુજરાતમાં દીપડાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામના વાણિયાવાડ વિસ્તારમાં દીપડાએ શ્વાનને શિકાર બનાવ્યો છે. રાત્રિના સમયે દીપડો ધીમા પગલે રહેણાંક વિસ્તારમાં આવ્યો હતો. તેણે શ્વાનને ગળામાંથી પકડીને ઘરમાંથી ખેંચી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સ્થાનિક રહીશોએ તરત જ વન વિભાગને જાણ કરી હતી. આ વિસ્તારમાં અગાઉ પણ દીપડાના પશુઓ પરના હુમલાના બનાવો નોંધાયા છે. દીપડાની હાજરીને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે.સતત રહેણાક વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામ્ય વિસ્તારના લોકોએ હવે પોતાના ઘર પાસે સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત કરી છે. જેના કારણે સહેલાઈથી દીપડાની હાજરી કેમેરામાં કેદ થાય છે, જેથી તેઓ વન વિભાગ ને જાણ કરીને પાંજરા મૂકવાની માંગ કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી જાગૃતિના કારણે દીપડા પકડાવવામાં વન વિભાગને સહેલાઈ થાય છે.

App Store
ટોપિક્સ:navsarileoparddog