Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : flooded due to one and a half inches of rain in 4 hours

VIDEO: Navsariમાં 4 કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકાર, રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકી

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારીમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ છે. રાત્રે 2 થી સવારે 6 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી અને જલાલપોર વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.નવસારી શહેર અને જિલ્લામાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ ઉપરાંત છાપરા રોડ, હોસ્પિટલ, આશાપુરી મંદિર અને મંકોડિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. આ કારણે નાગરિકોને વાહન વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ વણસી છે. સતત પડી રહેલા વરસાદના કારણે નવસારી શહેરના ધાનેરા પોઇન્ટ પર પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરીએ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ડાંગરની રોપણી કરીને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર આનંદ જોવા મળી રહ્યો છે.

App Store
ટોપિક્સ:navsarirainwater logging