Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Eco car caught fire on the road driver rescued

VIDEO: Navsariમાં રસ્તા પર દોડતી ઈકો કારમાં લાગી આગ, સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં આજે એક ઘટના ચકચાર મચાવનાર રહી હતી, જ્યાં મણીનગર સોસાયટી પાસે પાર્ક કરેલી ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી  હતી. કારમાં લાગેલી આગનું કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાના સમયે કારમાંથી ધુમાડો નીકળતો દેખાતા કારચાલકે જાગૃતતા દાખવતા તરત જ કારમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો. અગ્નિકાંડની જાણ મળતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી. જોકે ત્યાં સુધીમાં ઇકો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ ન નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

App Store

 

ટોપિક્સ:navsarieco cardriver