VIDEO : મોંઘવારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ: નવસારીના ચીખલીમાં બળદગાડા સાથે વિશાળ વિરોધ રેલી
સોર્સ : GSTV
નવસારીના ચીખલીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલીમાં બળદગાડા સાથે વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને ધારાસભ્ય અનંત પટેલ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, કોર્મશિયલ ગેસ સિલિન્ડર તેમજ સ્ટેશનરી-નોટબુકના વધતા ભાવોનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસે ટેક્સમાં રાહત આપીને ભાવો પર તાત્કાલિક કાબૂ મેળવવાની માંગ કરી છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

