Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Bilimora, mother brutally murdered two innocent children by strangling them

બીલીમોરામાં માનવતાને શર્મસાર કરતી ઘટના, માતાએ બે માસૂમ બાળકોની ગળું દબાવી નિર્દયતાથી હત્યા કરી

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2025
લાઇવ ટીવીGoogle News
બીલીમોરામાં માનવતાને શર્મસાર કરતી ઘટના, માતાએ બે માસૂમ બાળકોની ગળું દબાવી નિર્દયતાથી હત્યા કરી
સોર્સ : gstv

નવસારી જિલ્લાના બીલીમોરા નજીક દેવસર ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ જ પોતાના બે માસૂમ બાળકોની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટના મધરાતે દેવસર ગામમાં આવેલા મહારાજા એપાર્ટમેન્ટમાં બની હતી.

App Store

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી માતાને મધરાતે એક ભયાનક સપનું આવ્યું હતું. સપનામાં તેને કથિત રીતે 'તારા બાળકોને મારી નાખ' તેવો આદેશ મળ્યો હતો. આ ભયાનક સપનાથી જાગીને મહિલાએ તરત જ તેની બાજુમાં સૂઈ રહેલા પોતાના બે બાળકોનું ગળું દબાવી દીધું, જેના કારણે બંને માસૂમ બાળકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આટલેથી જ ન અટકતા આ મહિલાએ ત્યારબાદ ઘરમાં હાજર તેના સસરાને પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સસરાએ સમયસૂચકતા વાપરી ભાગી છૂટ્યા હતા, જેના કારણે તેમનો જીવ માંડ માંડ બચ્યો હતો.

સસરાએ ઘરમાંથી બહાર નીકળીને બુમાબુમ મચાવી દેતા આસપાસના લોકો અને એપાર્ટમેન્ટના અન્ય રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ ઘરમાં જોયું તો બંને બાળકો મૃત હાલતમાં પડ્યા હતા, અને આ દ્રશ્ય જોઈને સૌ કોઈ હતપ્રભ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, આરોપી માતાની અટકાયત કરી છે. પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ માતાની માનસિક સ્થિતિ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

 

ટોપિક્સ:navsarimurdermotherbilimoradevsar