VIDEO: નવસારીમાં અંબિકા નદીના પુલ પર ગાબડું
સોર્સ : gstv
નવસારીના ગણદેવી તાલુકામાં ભારે વરસાદને પગલે અંબિકા નદી બંને કાંઠે વહી રહી છે, ત્યારે બીલીમોરા-અમલસાડને જોડતા મુખ્ય પુલ પર ગાબડું પડતા મોટી દુર્ઘટના ટળી છે. આ પુલ પરથી 11 ગામના લોકોની અવરજવર રહે છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, પુલના ઉત્તર છેડે પડેલા આ મોટા ગાબડા અને તેમાં દેખાતી તિરાડોને કારણે લોકોમાં ભયનો માહોલ છે. જો સમયસર આ બાબત ધ્યાન પર ન આવી હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. માર્ગ અને મકાન વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

