મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારી : લુંસીકુઈ વિસ્તારમાં જળબંબાકાર, તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ

નવસારી શહેરમાં આજે સવારે પડેલા ભારે વરસાદને પગલે શહેરના પોશ વિસ્તાર ગણાતા

તસવીર: gstv

નવસારી શહેરમાં આજે સવારે પડેલા ભારે વરસાદને પગલે શહેરના પોશ વિસ્તાર ગણાતા લુંસીકુઈના માર્ગો પર પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સરબતીયા તળાવના વિકાસકામો દરમિયાન મૂકવામાં આવેલી માટી અને રેતીના ઢગલાઓને કારણે પાણીનો નિકાલ અવરોધાતા આ સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રી-મોન્સૂન કામગીરી દરમિયાન આ બાબતને ધ્યાનમાં ન લેવાતા લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકાના કમિશનર પોતે સ્થળ પર પહોંચી પાણીના નિકાલની કામગીરીમાં જોડાયા હતા. શહેરના મુખ્ય વિસ્તારમાં પાણી ભરાતા વહીવટીતંત્રના આયોજન સામે અનેક સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો