VIDEO: નવસારી: પૂર્ણા નદીનું રોદ્ર સ્વરૂપ, તંત્રએ લીધો રાહતનો શ્વાસ
નવસારીમાં પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન પ્રભાવિત થયું હતું. નદીની જળસપા

નવસારીમાં પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન પ્રભાવિત થયું હતું. નદીની જળસપાટી ભયજનક 23 ફૂટની નજીક પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂર્ણાના આકાશી દ્રશ્યોમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળતું હતું.જોકે, હાલના અહેવાલો મુજબ જળસ્તરમાં ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક તંત્ર અને રહીશોએ થોડી રાહત અનુભવી છે. વહીવટી તંત્ર દ્વારા હજુ પણ સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે. સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.




