VIDEO: નવસારી: ટાંકલ ચોકડી પાસે દૂધનું વાહન પલટી માર્યું
નવસારી જિલ્લાના ટાંકલ ચોકડી વિસ્તારમાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ટાંકલ ચોકડીથી વાંસદા તરફ જઈ ર


નવસારી જિલ્લાના ટાંકલ ચોકડી વિસ્તારમાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ટાંકલ ચોકડીથી વાંસદા તરફ જઈ રહેલું એક દૂધવાહન અચાનક રસ્તા પર પલટી મારી ગયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, સુરતથી દૂધ ખાલી કરીને નાસિક પરત ફરી રહેલા આ વાહનના ચાલકને ચાલુ વરસાદમાં અચાનક ઊંઘનું જોકું આવી જતાં વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આ દુર્ઘટના સર્જાઈ હતી.સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.




