નવસારીઃ પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ, ધારાસભ્યના ઘર પાસે જ રોડમાં ખૂંપ્યો ટેમ્પો
નવસારી શહેરમાં સવારથી વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત

નવસારી શહેરમાં સવારથી વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો બીજી તરફ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. તીઘરા રોડ પર આવેલા ધારાસભ્ય રાકેશ દેસાઈના ઘર પાસે જ એક ચાલુ ટેમ્પો અચાનક રોડમાં ખૂપી ગયો હતો. પ્રથમ વરસાદ ખાબકતા જ રોડ-રસ્તાની કામગીરીમાં થયેલી હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. ધારાસભ્યના ઘર આંગણે જ રોડ બેસી જવાની આ ઘટનાથી સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે ..




