VIDEO : સુરતમાં સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર, પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ
સુરત શહેરમાં સામાન્ય વરસાદની શરૂઆત થતાં જ પાલિકાન

સુરત શહેરમાં સામાન્ય વરસાદની શરૂઆત થતાં જ પાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ ધોવાઈ ગયા છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે સુરતના ઉધના અને ભેસ્તાન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા ઓફિસ અને કામે નીકળેલા અનેક વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના અતિશય ભરાવાને કારણે અસંખ્ય મોટરસાયકલ અને કાર રસ્તાની વચ્ચે જ બંધ પડી ગઈ હતી, જેને લીધે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. માત્ર ઉધના-ભેસ્તાન જ નહીં, પણ શહેરના અન્ય નીચાણવાળા અલગ-અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા દ્વારા ડ્રેનેજ સફાઈની માત્ર કાગળ પર જ કામગીરી કરવામાં આવી છે, જેના લીધે પહેલા જ વરસાદમાં સુરતીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.




