મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતનું ભીમનગર ગરનાળું બન્યું સ્વિમિંગ પૂલ,વાહનો પાણીમાં ગરકાવ, પાલિકા સામે ભારોભાર રોષ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલું ભીમનગર ગરનાળ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલું ભીમનગર ગરનાળું સામાન્ય વરસાદમાં જ રીતસરનું સ્વિમિંગ પૂલ બની ગયું છે. ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતાં વહેલી સવારથી કામ-ધંધે અને નોકરી પર જતાં સેંકડો લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. પાણીનો ભરાવો એટલો વધારે હતો કે અનેક મોટરસાયકલો અને રિક્ષાઓ રસ્તામાં જ બંધ પડી ગઈ હતી, જેના કારણે લોકોને કમરડૂબ પાણીમાં વાહનોને ધક્કા મારવાની નોબત આવી હતી.પાલિકા દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના ખર્ચના દાવા કરાય છે, પરંતુ આ દ્રશ્યોએ તંત્રની પોલ ખોલી નાખી છે.  

આ સમાચાર શેર કરો