મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navsari news: દાંતેજમાં જમીન માલિકે જાહેરમાં કર્યું ફાયરિંગ, ઘટનામાં બે શખ્સો ઈજાગ્રસ્ત

ગુજરાતના નવસારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં નવસારી

Navsari news: દાંતેજમાં જમીન માલિકે જાહેરમાં કર્યું ફાયરિંગ, ઘટનામાં બે શખ્સો ઈજાગ્રસ્ત

ગુજરાતના નવસારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  નવસારી શહેરમાં જમીન વિવાદને લઈને ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરને અડીને આવેલા દાંતેજ તળાવ પાસે મોડી રાત્રે ગોળીબાર થયો હતો.જમીન માલિક પ્રકાશ કથીરિયા ઉપર બે લોકોએ ગોળીબાર કર્યો હતો. જમીનની બાબતે પૈસાની લેતીદેતીને લઈ થયેલા ઝઘડા બાદ આ ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

ગોળી લાગતાં પ્રકાશ કથીરિયાને જાંઘના ભાગે ઈજા પહોંચી 

ગોળી લાગતાં પ્રકાશ કથીરિયાને જાંઘના ભાગે ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વિજલપોર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો