સરગાસણમાં શિવાંશ 15 સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી: બાળકો, મહિલાઓ અને પુરુષોએ વેશભૂષામાં ઉત્સાહભેર ભાગ લીધો
નવરાત્રી દરમિયાન સોસાયટીમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના સ

નવરાત્રી દરમિયાન સોસાયટીમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના સરગાસણમાં આવેલ શિવાંશ ૧૫ સોસાયટીમાં નવરાત્રીના છઠ્ઠા દિવસે વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટીના નાના બાળકો સહિત ભાઈઓ, બહેનો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો.. રાત્રે ગરબા રમ્યા બાદ સોસાયટીના સભ્યો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નાસ્તામાં બાળકો માટે ફ્રેન્ચ ફ્રાઇસ અને અન્ય સભ્યો માટે ખસ્તા કચોરીનું આયોજન કરવામાં આવ્યું હતું.




