ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ, ઘૂંટણની સર્જરી કરનાર ડોક્ટરને દિલ્હીમાં મળ્યો એવોર્ડ
ઘૂંટણની સર્જરીમાં ગુજરાતમાં અગ્રણી સ્થાન ધરાવતા સુરતના ડો. મનુ શર્માએ ર

ઘૂંટણની સર્જરીમાં ગુજરાતમાં અગ્રણી સ્થાન ધરાવતા સુરતના ડો. મનુ શર્માએ રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે. દિલ્હીમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે તેમને ભારત કે રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
દિલ્હી મા યોજાયેલા એક ભવ્ય સમાંરભમાં ડો. મનુ શર્માને ઘૂંટણની સર્જરીમાં તેમના અનન્ય યોગદાન બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડો. મનુ શર્માએ એકલાહાથે 13 હજાર ઘૂંટણની સફળ સર્જરીનો રેકોર્ડ કરી આ ક્ષેત્રમાં નવી કેડી કંડારી છે. તેમની ખાસિયત છે કે જે ઝીરો ટેક્નિકથી ઓપરેશન કરે છે જેમાં દર્દ થતું નથી. ઓપરેશન પછી વ્યક્તિ સ્વિમિંગ કે ઘોડેસવારી જેવા અઘરાં મનાતા કામો પણ કરી શકે છે.
ડો. શર્મા કહે છે કે તેઓ ગુજરાત અને ખાસ કરીને સૂરતને ઘૂંટણની સર્જરીનું ઇન્ટરનેશનલ સેન્ટર બનાવવા માગે છે. દુનિયાની લગભગ તમામ પ્રકારની ટેક્નોલોજી હવે અહીં પ્રાપ્ય છે. દુનિયાભરમાંથી ગુજરાતના NRI લોકો જ્યારે વતન આવે છે ત્યારે સર્જરી કરાવવા સુરત, વડોદરા કે અમદાવાદ આવવા લાગ્યા છે.






