Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : VIDEO: Narmada: Flooded due to heavy rain, the world is happy

VIDEO: નર્મદા: ધોધમાર વરસાદથી જળબંબાકાર, જગતનો તાત ખુશખુશાલ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં સર્વત્ર ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આજે તારીખ 24ના રોજ સવારથી શરૂ થયેલો આ વરસાદ ખાસ કરીને ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ એવા કોકમ, પીપલોદ, સરીબાર અને ડુમખલ વિસ્તારમાં સવારે દસ વાગ્યા સુધી અનરાધાર વરસ્યો હતો. આ ઉપરાંત નર્મદા જિલ્લાના સાગબારા અને મુખ્ય વેપારી મથક સેલંબા વિસ્તારને પણ મેઘરાજાએ ધમરોળ્યો હતો. ચોમાસાના આ મન મૂકીને વરસેલા પ્રથમ ધોધમાર વરસાદને પગલે કાળઝાળ ગરમીથી રાહત મળી છે અને જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે. આ પંથકના ખેડૂતો પોતાના ખેતરોમાં ઉત્સાહભેર બિયારણના વાવેતરની કામગીરીમાં લાગી ગયા છે.

App Store