VIDEO : ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાના બદલાયેલા સૂર
સોર્સ : GSTV
નર્મદાના ડેડિયાપાડાના ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ તિલકવાડાના ઉમરાણ ખાતે આયોજિત જનકલ્યાણ શિબિરમાં હાજરી આપી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લોકોને પ્રોત્સાહિત કરતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રમાણપત્ર આપતા તેમણે કહ્યું કે, સરકાર, અધિકારીઓ અને જનતાના સહિયારા પ્રયાસોથી જ શિક્ષણ, રોજગાર અને કૃષિ ક્ષેત્રે વિકાસ શક્ય છે. માહિતીના અભાવે ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે તેમણે સબસિડી અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂકતા, તેમના આ સકારાત્મક વલણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

