VIDEO: નર્મદાના દેડિયાપાડામાં ગંભીર અકસ્માત બેફામ, કાર ચાલકે બાઈકને ટક્કર મારતા 4 લોકોના મોત
સોર્સ : GSTV
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. નર્મદાના દેડિયાપાડા વિસ્તારમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે,દેડિયાપાડા તાલુકાના-કણપીઠા ત્રણ રસ્તાથી ગંગાપુર જવાના ગરનાળા પાસે હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકને એક કાર ચાલકે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.
કાર ચાલક વિરૂધ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો
તો બીજી તરફ એકનું રાજપીપળાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાર ચાલક વિરૂધ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માત એટલો ભયાનક હતો કે કારે બાઈકને ટક્કર માર્યા બાદ તે ફંગોળાઈ ગઈ હતી અને કારના પણ પરખચ્ચા ઉડી ગયા હતા.

