VIDEO: તિલકવાડામાં ખખડધજ રસ્તાથી નર્મદા નદીની પરિક્રમાએ જતાં ભક્તોને પડશે હાલાકી, તાત્કાલિક સમારકામ કરવા માગ
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રેંગણથી ભાદરવા ટેકરી સુધીનો ડામર રસ્તો બિસ્મા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રેંગણથી ભાદરવા ટેકરી સુધીનો ડામર રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રસ્તો બિસ્માર હોવાથી વાહનોને નુકસાન થાય છે. નર્મદા નદીની પરિક્રમા શરૂ થવાથી આ રસ્તા પર વાહનોની અવરજવર વધી જશે. જેથી તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના 14 કિલોમીટર વિસ્તારમાં આ રસ્તો આવેલો છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ થયો અને ત્યાં કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકના ગામડાઓના રસ્તાની દુર્દશા જોવા માટે કોઈ મંત્રી કે નેતા આવતા નથી, જેથી સ્થાનિક પ્રજામાં ભારે રોષની લાગણી વ્યાપી છે.



